પ્રેમનું યુદ્ધ
પ્રેમનું યુદ્ધ


ના જાણે કેવું આ અજબ યુદ્ધ છે,
પ્રેમ અને લાગણી પણ છે ને નફરતની આંધી પણ છે,
ઝંખે તો છે સદૈવ આ જીવ માત્ર શાંતિ,
પણ કોણ જાણે કેમ મળે ચારે દિશામાં એને અશાંતિ,
મન થાય અશાંત ને જીભ બને તલવાર,
ના જાણે કેમ આ અજાણ્યું યુદ્ધ થાય કેમ વારંવાર,
જ્યાં સ્નેહને લાગણીના તાલ વાગવા જોયે ત્યાં
અપમાન ના ઘા વાગે અણીદાર,
રહે પ્રેમ ને લાગણી હૃદયમાં કરીએ એક જ વિચાર,
છૂટે પ્રેમના બાણ ને થાય માત્ર લાગણીઓથી પ્રહાર.