પ્રેમની મૂર્તિ મા
પ્રેમની મૂર્તિ મા


ઊંચે ઉઠાવીને પછી જીલવા સમી તાકાત છે,
એવું રતન ધરતી મહી આ આપણી માત જ છે.
સંતાન માટે જીવવું ને ઝંખના છે સ્નેહની,
માં સ્વરૂપે હાજરા - હાજુર ઈશ હૈયાત છે.
શ્વાસની સંગાથમાં સગપણ ટકી જેનું રહ્યું,
એ સુવે તો રાતને જાગે તો એ પ્રભાત છે.
હાથ ઝાલીને અનેકે સ્વપ્નને પુરા કર્યા,
બાળકો માટે તો નિજની મા જગે વિખ્યાત છે.
ઢળવા સમો સૂરજ ભલેને થાય ક્ષણિક વારમાં,
પણ મા સમુ સ્નેહી થવું ના કોઈની ઔકાત છે.