પ્રેમની ભાષા
પ્રેમની ભાષા

1 min

37
પ્રેમની ના તો કોઈ ભાષા છે, ના તો કોઈ રીત,
પ્રેમ તો પ્રભુ એ વગાડેલું છે મધુર સંગીત,
પ્રેમના રંગ જુદા છે લાગણી ઓ અનેક,
પ્રેમ તો છે પ્રીતમને પ્રીત,
પ્રેમ છે જેના હૃદયમાં,
એમાં વાસ છે પ્રભુનો નિશ્ચિત,
પ્રેમ છે જીવનની રીત,
પ્રેમ છે અંતરાત્માથી ગવાયેલું ગીત,
પ્રેમજ ધ્યાન છે પ્રેમજ છે પ્રાર્થના,
પ્રેમ મનની શાંતિ છે,
ને પ્રેમજ છે ઈશ્વરની આરાધના.