પ્રેમદરિયો
પ્રેમદરિયો


પ્રેમ તો છે ઉભયના ઉરે,પણ પ્રકાર છે જૂદો એવો,
તું એક શાંત સરિતા ને, મારો આવેગ જાણે દરિયાના જેવો,
મળે છે તારા મનથી તું કયાંક મને, ને હું મળવા માટે મારુ વલખા જેવો,
મર્યાદામાં બંધાયેલી તું ને, કિનારે પછડાતો હું એવો.
ખબર નહિ, ઈશ્વરને આનંદ આવતો હશે કેવો,
પ્રેમીઓને આમ શું કામ તડપાવતો હશે એવો
તું પણ થઈશ અધીરી મળવાને મને, ધોધ બનીને એવો,
ચટ્ટાન બનીને રાહમાં સમય આવશે ક્યારેક તો નિપુર્ણ જેવો.