STORYMIRROR

Swati Pavagadhi

Others Romance

4.8  

Swati Pavagadhi

Others Romance

પ્રેમ વિરહ

પ્રેમ વિરહ

1 min
28.4K


પ્રેમનાં કદી પારખાં નથી હોતા !

એકબીજા વિના રહી ન શકાય;

એ પ્રેમ કદી સાચા નથી હોતા !


વિરહની વેદના વચ્ચે પણ જીવી જાય છે જે,

એની વચ્ચે સ્વાર્થના વંટોળ નથી હોતા,


આજનાં ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનાં પ્રેમ,

રાધે-કૃષ્ણની જેમ વિરહમાં,

પણ વહે તેવા નથી હોતા.


બેંક બેલેન્સ જોઈ પ્રેમ કરનારા,

સાચા પ્રેમનાં પગથિયાં ચણી નથી શકતાં.


પ્રેમનો પાયો જ ખોટો નાખનારા,

કયારેય પોતાનાં સબંધોની,

ઈમારત ટકાવી નથી શકતાં,


લગ્ન કરેલા પણ ઘણા,

માત્ર સાથે રહી જાણે છે,

અને લગ્ન વિના પણ અહીં,

ઘણાં સાથ નિભાવી જાણે છે,

વિરહની આગમાં બળનારા ઘણાં

ઇતિહાસ બનાવી જાણે છે.


બસ, આમ જ વિરહમાં વહેનારાઓ,

એકબીજાને વહાલા થઇ,

પૃથ્વી પર પ્રેમની નવી,

પરીભાષા પાથરી જાણે છે !


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍