પ્રેમ નથી ખેલ
પ્રેમ નથી ખેલ

1 min

97
શતરંજનો ખેલ સમજી જાણે રમો છો બધે
જ્યાં ગોઠવ્યા ગોઠવાયા પ્યાદા બની અમે
ફૂલોના ગુલદસ્તામાં લાલ ગુલાબ રાખો કદી
તમને ન ચૂભે એ માટે કાઢી ને કાંટા ધરે
થૈ બેખબર બસ કિનારે ઊભા રહો છો તમે
પ્રેમના દરિયે તમારા આશિક આ ડૂબ્યા કરે
મારગ બદલતા નથી કાં મહેફિલમાં આવવા
દીધી બિછાવી નયનજાજમ આતુર હૃદય રહે
લઈ લો પરીક્ષા અમારા આ પ્રેમની અબઘડી
ઉત્તીર્ણ થઈ આવશું જો હસતા મુખે આ હવે.