પ્રદૂષણ
પ્રદૂષણ

1 min

11.4K
અહીં કચરો પ્રદૂષણ નામની ઘટના બધે સર્જાય છે,
ને માનવી સાથે પછી જો ના થવાનું થાય છે.
પર્યાવરણ માટે જતન નહી ને પતન થવા માંડ્યું,
પ્રકૃતિ નામેથી પ્રદૂષણ કેટલું વર્તાય છે.
માનવ અને સંસારની કેવી બને છે દુર્દશા પણ,
કરવું જતન પર્યાવરણનું ક્યાં વળી સમજાય છે,
પ્લાસ્ટિકના નામે એનેકે રોગ બેઠા થાયને,
આધુનિકતા નામથી માનવ બધા અંજાય છે.
વ્યથાઓ સામટી આવેને રોગો સામટા આવે,
મૂકીને દોટ અણધારી આ માણસ શું ખબર ક્યાં જાય છે.