પંચામૃત
પંચામૃત
1 min
32
આ ગગનની વિશાળતા તો જુઓ,
આ ધરાની સહનશીલતા તો જુઓ.
આ પવનની ગતિશીલતા તો જુઓ,
આ પ્રકાશની તીવ્રતા તો જુઓ.
આ માણસોની તૃષ્ણા તો જુઓ,
કેવી આ કુદરતની બલિહારી તો જુઓ.
આ પંચામૃત ભાવના ઉપયોગી છે જુઓ,
સમજીને ઉપયોગ કરો તો અમૃત છે જુઓ.
ગગન, પવન, ધરા, પ્રકાશ, તૃષ્ણા એ અમૂલ્ય છે જુઓ,
આ પંચામૃત એ કુદરતની અનમોલ ભેટ છે જુઓ.
