STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

પિતૃઓ માટે

પિતૃઓ માટે

1 min
300

પ્રિય મમ્મી પપ્પા, પિતૃ દેવો..

આજે તિથિ પ્રમાણે તમારું શ્રાદ્ધ છે,


દિલથી તમને યાદ કરીએ છીએ.

હવે તો તમે બીજે અવતાર ધારણ કર્યો હશે,


નવાં શરીરમાં નવું નામ હશે;

પણ આ દુનિયામાં ક્યાં હશો,

એ વિચારે ઊંઘ ઊડી ગઈ છે.


રાતના ત્રણ વાગ્યા છે;

દુનિયા આખી મીઠી નિંદર માણી રહી છે.

અને હું તમને યાદ કરું છું,


તમારો ઓઝલ ચહેરો;

નવાં રૂપે, જોયો નથી છતાં,

નજર સામે દેખાય છે;

દિલથી ઈશ્વરને પ્રાર્થના કરું છું.


તમારું જીવન સુખમય રહે,

સપનામાં પણ દુઃખ ના આવે;

બધું જ સુખમય બની રહે.


આજનાં દિવસે ખાસ, બાકી,

રોજ સવારે તમને યાદ કરું છું.

જો ધ્યાનથી સાંભળો ધબકારા;

એ તમને જ યાદ કરે છે.


મારું મન બહું ઉદાસ બની જાય ત્યારે,

આકાશમાં ટમટમતા તારલામાં

શોધું છું તમને,


કાશ,

મને થોડો વધુ સમય મળ્યો હોત,

તમારી સાથે વિતાવવા;

તો મારે ઘણું બધું શીખવું હતું.


તમારી દિલેરીને જિંદગી જીવવાની રીત,

આજે યાદ કરીને પોકાર્યા છે તો,

ત્યાં તમારાં હૈયામાં સ્પંદન ઉઠશે જ ને ?


હાલ તમારું જે નામ હોય તે...

પણ પિતૃઓ,

જરૂર પડ્યે મારાં પરિવાર માથે હાથ રાખજો,


આજે અવિરત અશ્રુ વહે છે,

મને ખબર છે,

તમે જ્યાં હશો પણ તમારી દીકરી માટે આશીર્વાદ વરસાવતા હશો,


જે નામ હોય તે... પિતૃદેવો..

દિલથી કોટી કોટી વંદન.


Rate this content
Log in