Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Deviben Vyas

Others

4  

Deviben Vyas

Others

પિતાજી

પિતાજી

1 min
167


પથ્થર હતો હું, મૂર્તિના ઘડનાર છો પિતા તમે,

સંસ્કાર વાવી શિલ્પના રચનાર છો પિતા તમે,


આપી ખભો ટેકણ બન્યાં થઈ લાકડી આધારરૂપ,

સંચાર કરતાં પ્રાણને ભરનાર છો પિતા તમે,


છો માર્ગદર્શક જિંદગીના, ભટકું નહીં માર્ગે કદી,

સક્ષમ કરીને ધ્યેયના ધરનાર છો પિતા તમે,


પકડી લઈ મમ આંગળી, દુનિયા બતાવી હોંશથી, 

નિજ સ્કંધ પર લઈ બોજથી ફરનાર છો પિતા તમે,


કોઈ અપેક્ષા રાખતાં ના, શું મળે વળતર મને,

સાગર સમા ઉરથી ખરે, ઝરનાર છો પિતા તમે,


સંતાન પર છલકાવતું વાદળ સદાયે સ્નેહનું,

ઊંચા શિખર-શા સ્વપ્ન લઈ, તપનાર છો પિતા તમે,


જે ઢાલ થઈ રક્ષા કરે હરપળ દુ:ખો સામે લડી,

ઘસતાં રહે જે જાતથી, લડનાર છો પિતા તમે,


ના ચૂકવાતું ઋણ તમારું, જાત પણ ટૂંકી પડે,

ખર્ચી સદાયે જિંદગી, મથનાર છો પિતા તમે,


વાવ્યું, ઉછેર્યું, જાતથી સંભાળતાં વટવૃક્ષ થયું,

રહેતાં કરજમાં દેવ પણ, સજનાર છો પિતા તમે.


Rate this content
Log in