પિતા ઘરનો મોભ
પિતા ઘરનો મોભ
જગત જનની જનેતા જે કહેવાય માતા,
એ જ જગતમાં જીવન આપી શીખવી જાય એ પિતા,
આ દુનિયામાં પગ મૂકતાં નવીન શીખ આપતાં એવા કહેવાય પિતા,
ઘરનો મોભ કહેવાય એ પણ પિતા,
જન્મ થતાં માતા કરાવે પાપા પગલી ત્યાં તો આંગળી પકડી શીખવાડે પિતા,
જ્યાં વડીલ પિતા માથાં પર ફેરવી હાથ આશીર્વાદ આપતાં,
જરુર મળી સાથે આપતાં જાય હેત,
સ્નેહધાર સંસ્કારની જણસ ભરી મતા,
ગુરુ કે મિત્ર જેવા બની બચપણથી આપી સાથ જ્યાં શીખવી જાય જીવન જીવતાં,
વિકટ પરિસ્થિતિમાં પણ પછીત રહી ઊભા આપી સાથ,
"મૈ હું ના" એવું કહેનાર પિતાનો મળે સાથ ત્યારે સમજીએ આપણે જાણે બની ગયાં વિશ્વ વિજેતા,
ક્યારેક ભૂલ થતાં બતાવી રાહ આપી જાય સાચી સમજણ,
શબ્દો કહેવા ઘણાં છે પણ પિતા માટે કહેવાં એટલાં ઓછાં પડે કરવાં વખાણ,
પિતા છે ઘરનો મોભ એ છે સંસ્કાર સાથે સ્નેહ ભરી વાત્સલ્ય મૂર્તિની ખાણ,
પીઠ થાબડી આપી હિંમત દુનિયાદારીની કરાવી જાય જાણ,
જ્યાં બચપણમાં હોઈએ આપણે અજાણ,
ત્યાં આપી સલાહ સુલેહ અપાવી જાય નવપલ્લિત રીતભાતભરી સમજણ,
એવાં કહેવાતાં આ દુનિયામાં ઈશ્વરીય દેવતા સમાન ઘરનો મોભ પિતા જેમનું માન સન્માન કરીએ એટલું છે ઓછું.
