પીળું પાંદડું
પીળું પાંદડું
1 min
230
ભોગવી ચૂક્યું હું એ ભવ્ય મોસમને,
હજી પણ એક વૈભવી વસંત ચાહું છું !
વૃક્ષથી વિખૂટું પડેલ પીળું પાંદડું છું,
પાનખર ને ખૂબ સારી રીતે સમજુ છું !
ક્યારેક આ હવાઓએ મને સંભાળ્યું'તું,
આજ એના થકી જ આમ તેમ ભટકું છું !
જે પાવન માટીમાં થયો હતો જન્મ મારો,
હવે એજ માટીમાં ધીરે ધીરે સરકું છું !
બનીને પોષણ ઓગળી જઈશ આ મૂળમાં,
ફરીથી જીવન રસની એ ઘડી તરસું છું !
ભરણપોષણનું નિમિત્ત હતું આ ફૂલોનું,
હવે મરીને પણ એના જ મૂળને ઝંખું છું !
ફરી ખીલીને ઝૂમીશ ને મહેકીશ કદી,
હમણાં તો આવનારી બહારોને ઈચ્છું છું !
જેવું છું એક હિસ્સો છું આ 'પરમ' ચક્રનો,
'પાગલ' થઈને પણ તારા માટે જ તડપુ છું !
