STORYMIRROR

Ajit Chavda

Others Romance

5.0  

Ajit Chavda

Others Romance

પહેલો પ્રેમ

પહેલો પ્રેમ

1 min
14.5K


અમીટ છાપ છોડી જાય તે છે પહેલો પ્રેમ,

અણમોલ યાદોનો ખજાનો

આપી જાય તે છે પહેલો પ્રેમ.


જન્મતા જ ગોદની હૂંફ મળે તે છે પ્રેમ,

કહેવાય છે જેને બાળપણનો પહેલો પ્રેમ.


હાથમાં હાથ ધરી સુખ-દુઃખમાં મળે તે છે પ્રેમ,

કહેવાય છે જેને ભર જુવાનીનો પહેલો પ્રેમ.


ઉંમરના પાછલા વર્ષે સહારો આપે છે પ્રેમ,

કહેવાય છે જેને ઘડપણનો પહેલો

ને જિંદગીનો અંતિમ પ્રેમ.


અમૂલ્ય જિંદગી બનાવી દે છે આ પહેલો પ્રેમ,

ક્યારેય નહીં ભૂલી શકે 'અજીજ' આ પહેલો પ્રેમ !


Rate this content
Log in