પગરખાં
પગરખાં
1 min
221
આમ જુઓ તો પગરખાં પગમાં શોભે,
ગમે એટલાં કિંમતી હોય માથે નાં શોભે.
પગરખાં માપનાં હોય તો જ શોભે,
અને પગરખાં ઘરની બહાર જ શોભે.
પગરખાંથી માણસની ઓળખ થાય છે,
છતાંય પગરખાં મંદિર બહાર ઉતારવા પડે છે.
પગરખાં પહેરવાથી પગનું રક્ષણ થાય છે,
ભાવના એટલેજ પગરખાં મૂલ્યવાન છે.
જૂનાં જમાનામાં ચાખડી બનતી પગની શોભા,
નવાં જમાનામાં ફેશનેબલ જૂતાં બને છે શોભા.
