પધારો મારાં દેશ
પધારો મારાં દેશ
પધારો મારાં દેશ વતનમાં,
મારું ગામડું, એટલે ધબકતું હદય મારુ,
મારો જીવ ગામડાંની લોકવાણી.
વાતાવરણમાં,
સામૂહિક ઉજવણીઓ..
જેવી કે હોળી, શિવરાત્રી,દિવાળી,
નવરાત્રી વગેરે જેવા,
જાત જાતનાં ઉત્સવો,
સાથે દેશી રીતે ઉજાવવા.
પાણીનાં બેડલા ભરતી પનિહારી
ને દેશી કમખાને ચોળણી,
ઓઢણી પહેરવી,
મોટેરાને માન દેવું.
પેલા માટીનાં ચૂલામાં
લાકડાં મૂકીને રસોઈ બનાવવી,
દેશી ઢબથી દેશી ખાણા,
ચીલની ભાજીને,
ગરમાં ગરમ મકાઈનાં રોટલા.
સાથે ડુંગળીને લહણન
ી ચટણી,
ને મોઢાંમાં આવ્યું, લપ લપ કરે જીભલડી.
દાલ બાટીની લીજજત,
પેલા ખેતરે ચૂલા બનાવીને,
દાલ ઢોકલી બનાવે,
પેલા ખોદીને બનાનેલા ચુલામાં.
પેલા પુરુષોને પ્રેમથી ખવડાવે,
રીંગણનો ઓળોને,
બાજરીનો રોટી સાથે ગોળ.
પેલી માટીનાં વાસણોમાની ખુશ્બુ,
મીઠી મીઠાશને ખેતરોનો
વાતો ઠંડો વાયરો.
કયાંક વશે મારુ મનડું,
તળાવના કિનારે ફરવું,
વગડામાં જાવું,
ઝાડ પરથી આંબલી,કેરી,
આંબલી,શેતૂરને તોડવાને ખાવા..
એવું મારુ પ્યારુ વતન લાડીલું.