પાષાણ ઈમારતો
પાષાણ ઈમારતો
1 min
166
આ પાષાણ ઈમારતોને જઈ પૂછ જો,
લાગણીઓની સંદુક એણે સંઘરી છે.
ન પૂછ જો જઈ કોઈ જાગતાં જગતને,
કાળે એની નિયત હવે અવળી કરી છે.
માંગશો તો દરિયા પહેલા લૂટવશે પ્યારના,
પણ નિયતમાં સ્વાર્થની લકીરો લખી છે.
જઈ પૂછ જો કોઈ ખૂણે પડ્યાં કફનને,
આ આત્મા યાતનાઓમાં કેટલી બળી છે.
