પારણું
પારણું


બે ત્રણ દાયકા થઈ ગયા માતૃત્વ કના ઉપવાસ,
પારણાં કર્યા પારણું બંધાયે જનનીને બાળ વાસ,
ઘોડિયું બંધાયું ઘેર હાલરડું ગાવાનો છે અવસર,
પારણે પોઢયા જણતર જોઈ માનું હેત વે'લાસર,
મન મરક્યાં શિશુ સ્વપ્ન મહીં માણી હેત અપાર,
ઝૂલે હળવા હાથે રખે પહોંચ્યા સુખ સ્વર્ગને પાર,
ઝોંકે ચડ્યા જોઈ દોર કરી ક્ષીર પાન માને કૂખ
મીઠે હાલરડે માણી મીઠડી નીંદર ભૂલાયા દુઃખ,
કોણ ઝૂલાવશે પછી પારણે જો થાશું મોટા કાલ,
ખાય છે ચિંતા કોરી જયારે બગડશે અમારા હાલ,
પારણાં કર્યા પારણું બંધાયે જનનીને બાળ વાસ,
જોઈ પારણું લીધા પોરીયા ને માએ રાહત શ્વાસ.