પારકાં રૂપિયે
પારકાં રૂપિયે
1 min
364
રૂપિયો મારો પરમેશ્વર ને,
હું રૂપિયાનો ગુલામ જો,
લોકોના રૂપિયે લહેર કરવી એ કામ મોટું છે,
એ જ મારો જીવન મંત્ર છે, બાકી બધું ખોટું રે,
આવાં ભેજાબાજથી દુનિયા ભરેલી છે,
મહેનત નથી કરવી, મફતમાં ઝોળી ભરવી છે,
બીજાનું સુખ જોઈને, લાગણી સાથે રમાય છે,
સંબંધ બાંધી એનો પછી દૂરઉપયોગ થાય છે,
લાગણીઓમાં ભરમાવી સઘળું પડાવી લે,
રૂપિયા મળ્યા પછી ચોધાર આંસુથી રડાવી દે,
દુઃખી થઈ ભાવના વિચારે સમયનો ખેલ કેવો છે,
બીજાને છેતરી જલસા કરે એ મેળ કેવો છે,
નથી સમજાતું કળિયુગમાં ભરોસો કોનો કરવો રે,
લેભાગુથી આ દુનિયાથી માણસ લાગે વરવો રે.
