STORYMIRROR

Hemaxi Buch

Others

3  

Hemaxi Buch

Others

પાંપણ

પાંપણ

1 min
333

પળવાર ઝૂકતી,

ને પળવાર બંધ થતી,


સપનાઓનો બોજા,

ઈચ્છાઓ ના મોજા,

કલ્પનાની ઉડાન,

વાસ્તવિકતાનું એલાન


ના ઘડીની નવરાશ,

ના ઘડીનું ચેન,

પ્રેમની પારાકાષ્ઠાઓ,

નફરતના ઝંઝાવાત,


સતત ઝપકતી,

નિરખતી પાંગરતી,

વ્યતીત થાય,

ફૂલે ફલેને મ્હોરે,


પાંપણના સથવારે,

પાંપણને સહારે,

પળવાર ઝૂકતી,

ને પળવાર બંધ થતી.


Rate this content
Log in