STORYMIRROR

Meena Mangarolia

Others

4  

Meena Mangarolia

Others

ઓશિકાની ધાર

ઓશિકાની ધાર

1 min
25.8K


મારા ઓશિકાની ધારે,

છૂપાયેલું એક આંસુ

વેદનાથી ભરેલું

રોઈ રોઈ ને થાકયુ


બોલતું બોલતું અટકી ગયું.

નથી તારા સૂરનો પડઘો

શાને કરે તું આંખમાથી આવ જા


મારી પલકો નીચે સંતાયેલુ

એક આંસુ

છાનું માનું રડતું

ડુસકા લેતું.

ધારે ધારે

અટકી અટકી

વિસામો લેતું

આવ્યુ હોઠોની ધાર પર

ક્યારેક બિછાવ્યાતા મધુરા હોઠ તે.


મારી પાંગતે બેઠુ

રાત રાત જાગતું

તારી વાટ જોતુંઇ

એક પાગલ આંસુ

હસુ કે રડું.

અવિરત ઝોલા ખાતું.


સંદેશા મોકલુ તને

હું એકલી અને

મારું એકાંત

પણ શિદને મોકલું સંદેશા

લગાવી છે તે લોખંડી સાંકળ

મારા સંદેશા ને લાગી છે ઘાત

તમે સમજી જાવ મારી વાત


Rate this content
Log in