STORYMIRROR

Purvi Shukla

Others

5.0  

Purvi Shukla

Others

ઓનલાઇન

ઓનલાઇન

1 min
957


આખો દી બસ ઓનલાઈન રેવાનું ભૈ,

મિત્રોની ગપશપ ટેરવાંમાં છે ખોવાઈ ગૈ

આખો દી બસ ઓનલાઈન રેવાનું ભૈ.


એડમીશન ઓનલાઈન ફોર્મ ભરાવો,

તો સાથે માત અંબા ,ની આરતી પૂજા થાળ ધરાવો,

ભોજન કપડાં જે જે જોઈએ તે બધું,

ઓનલાઈન ગયું છે થૈ.

આખો દી બસ ઓનલાઈન રેવાનું ભૈ.


વાર્તા ને બાળ રમતો છે બધાં ભૂલાણા,

મોબાઈલના ટકટકથીઆંગળીના ટેરવા છે ઘણાં છોલાણા,

ભોળપણ ને બાળપણ ગયું સૌનું લૈ

આખો દી બસ ઓનલાઈન રેવાનું ભૈ.


ચેટીન્ગ કરતાં હાથોથી આંખોના આસુ લૂછવાની મજા હતી તે ક્યા ?

બસ એક જગા બેઠાં છે લોક હતાં ત્યાં ના ત્યાં,

એકબીજા સંગ ગાળતા પળો માણવાની મજા હતી એ નૈ

આખો દી બસ ઓનલાઈન રેવાનું ભૈ.


આતો કેટલું સારું કહેવાય

બેંક ન જાઉં તો પણ નાણાંનો સઘળો વેહવાર થઈ જાય

ચપટીકમાં કામ સઘળાં થતાં મારા જૈ

આખો દી બસ ઓનલાઈન રેવાનું ભૈ.


Rate this content
Log in