ઓલા વાયરે વાત ઉડાડી
ઓલા વાયરે વાત ઉડાડી


રંગ ; રૂપે મઢી હું ગુપચૂપ જ બેઠી,
પણ ઓલા વાયરે વાત ઉડાડી,
કે…..વનરાજાની પટ્ટરાણી પધારી,
છૂપાછૂપી ખેલતી કોયલ બોલી,
સાંભળજો..હું તો જાનમાં જઈ આવી,
આ કલશોરમાં હું ભારે લજવાણી,
ને રૂમઝૂમ વાયરે વાત ઉડાડી,
શર્મિલાં પતંગિયાં મલવાજ આવ્યાં,
રંગભરી જ જાજમ અમે બિછાવી,
ફરફર ફરકંતી મંજરી હરખાણી,
ને નટખટ વાયરે વાત વેરાણી,
કે વનરાજાની પટ્ટરાણી પધારી,
આ પગલાં જ તારાં ધરે ખુશહાલી,
વાહ ! ભલી જ વ્હાલની વેણુ તેં વગાડી,
ઓલા વાયરે વાત ઉડાડી,
મનની વાત, જન વન ઉરે જગાડી
કે ચાહતની પટ્ટરાણી પધારી.