ઓહો
ઓહો
1 min
205
આમ નવરા બેઠા નખોદ વાળે,
ઓહો ચડે છે વાદે ચાળા પાડે.
ઓહો વધારે પડતું જ્ઞાન બતાવે,
પીળું દેખે અને બીજાને બતાવે.
ઓહો દલીલો કરીને રૂવાબ કરે,
માને નહીં કોઈ કાળે ડીંગ હાંકે.
કર્મ નઠારાં કરે ને સૂફિયાણી હાંકે,
ઓહો આવડે આવા ડીડાળા હાંકે
કુથલી કરે પોતેને દોષ દે બીજાને,
ભાવના જુઓ ફરે સંત બનીને.
દૂધ પાઈને જણે સાપ પાળ્યા,
એ લોકોએ આંતરડાં બાળ્યા.
ઓહો અંગત બનીને ઘા કર્યા,
આવા લોકો કોઈનાં દ્વારે નાં ઢર્યાં.
