STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

3  

Ramesh Patel (Aakashdeep)

Others

ઓ વરસાદ ને વહુ

ઓ વરસાદ ને વહુ

1 min
322

કેમ કરી દઈએ રે જશ,

ઓ વરસાદ ને વહુ,

તારા ધસમસતા ફાળકા ચોદિશ,


બોલાવે દઈ ભાવ, ગમતાં રે રુસણાં,

જાણે બારણાં બંધ કરી બેઠી છે વહુ,

સંદેશા દઈએ જો હસી, આવ અહીં વહેલો,

તો ભાદરવે રેલાવે રેલું બહુ,


ને હાલે....ઠાઠે(૨)..

 ઠેકી જાણે જોબનવંતી વહુ,

મેહુલા કેમ કરી દઈએ રે જશ,

 

થોડા  છાંટણાથી બાફલે બાફે, 

ને છેતરીને હસી ગાજતો ગુરુ,

જગ જાણે (૨)


છે આ લુખી જ, તારી લુચ્ચાઈ કહું,

જાણે પારકાને ચૂંટલી ખણતી વહુ,

 મેઘલા, કેમ કરી દઈએ રે જશ,

 

નાચે મોરલો તો મુસળિયો રાજ રૂડો,

દોડાવે નદીઓને ભમભમ નટખટ,

ભૂલી ભાન  મરકે, ખીજવીને સહુ,

જાણે ડોસીમાની લાકડી ખૂંચવતી વહુ,

ના ખાટવા દઈએ તને જશ,

ઓ મારા વરસાદ ને વહુ.


Rate this content
Log in