ઓ શિવ શંકર
ઓ શિવ શંકર
1 min
244
ઓ શિવ શંકર, શંભુ ઉમાવર,
વદન મનોહર ને કર ડમરું ધર,
નીલકંઠ ઓ પશુપતિ વિષધર,
ધ્યાન સ્મશાનમાં ધરે નિરંતર,
ભાવના નમન કરે હાટકેશ્વર,
ભકતો નમે વારંવાર મહેશ્વર,
જટામાં ગંગાજી પ્રગટ ધારા,
શિવલિંગ ઉપર અભિષેક ધારા,
ત્રિનેત્રેશ્વર ત્રિભુવન ડોલાવે,
ડમરું નાદે તીનલોક ડોલાવે,
શોભે કંઠે સર્પોની હારમાળ,
ગળામાં વિષ રાખે હળાહળ,
સુખકારી તમારું નામ શંભુ,
મંગલકારી તમારું નામ શંભુ.
