ઓ માવડી
ઓ માવડી
1 min
330
ઓ માવડી તું તો જગત જનની છે,
જગતમાં તારો જ એક આધાર છે,
મા તારા પાવન ચરણોમાં ઝૂકવું છે,
મારાં માથે તારો પ્રેમાળ હાથ રાખો,
હૈયેથી ભાવના વારંવાર નમન કરે છે,
ગોરના કૂવે તું તો હાજરાહજૂર બેઠી,
ચેહર મા તું તો રક્ષણહાર દેવી છે,
ભક્તો જયકાર કરતાં આવે છે,
મા તારી અનુપમ સુંદર મુખડું છે,
એ જોઈને સેવકો હરખાઈ જાય છે,
ચેહર મા તું તો દયાનો સાગર છે,
એકવાર નામ લેતાં દુખડા ભાગે છે.
