ઓ જગન્નાથજી
ઓ જગન્નાથજી
ઓ જગન્નાથજી,
તમે તો છો જગતનાં નાથ.. હો... જી રે....
તમે તો અવતાર ધરીને,
કરો છો ભક્તોનો ઉધ્ધાર.. હો ... જી રે...
આજે અષાઢી બીજ ને,
નગરચર્યાએ નીકળે જગતના નાથ... હો... જી રે..
સુભદ્રા ને બલરામ ભૈયા છે સાથ,
વચ્ચે બિરાજતા જગન્નાથજી... હો.... જી રે...
વાગે વ્યોમ વાજા ચારેકોર રે,
ભાવના ગુણ ગાયે ઝાઝાં રે... હો... જી રે....
જગતનાં નાથ ને હાથ જોડીને પ્રણામ કરીએ રે,
આવો અણમોલ લ્હાવો લેવા ભક્તો દોડી જાય રે... હો... જી રે...
આવ્યાં છે આજે ભગવાન હાજરાહજૂર રે,
દર્શન કરતાં રાખે સૌને સદાય સાજા રે.... હો.... જી રે....
પૂર્વ જન્મના પુણ્ય થકી રથ ખેંચી જાય રે,
જગન્નાથજી કરે કૃપા એને કરાવે લહેર રે.... હો... જી રે.
