ઓ હનુમાન દાદા
ઓ હનુમાન દાદા
ઓ હનુમાન દાદા
ઓ પવનપુત્ર મહાવીર
દયાળુ દાદા
આવો .. હવે તો આવો દાદા..
આ સકલ વિશ્વમાં મહામારી
ફેલાઈ છે,
તમે આવીને ઉગારો
નાસે રોગ હરે સબ પીરા
એ જ જાણું,
પવનપુત્ર દેવ.
આવોને આવી ને ઉગારો
દયાળુ હનુમાન દાદા..
જપે તમારું નામ ભક્તો,
તમે છો આખા જગતનાં રક્ષક
તમે તો છો બાલબ્રહ્મચારી
તમારાં હૃદયમાં વસે શ્રી રામ
તમે દૂર કરો સૌના દુઃખ
વળી તમે છો અજરાઅમર
હવે તો આવો .. હવે તો આવો. ઓ દયાળુ દાદા..
એક અરજ ભાવના યાચે
તમારું શરણું મળે સાચું
જગતમાં સુખ, શાંતિ સ્થાપો
ૐ નમઃ હનુમતે ભય ભજનામ
સુખ કરું ફટ સ્વાહા.
સિંદૂર લગાવો તમે દાદા
હવે તમે આવો... હવે તમે આવો. દયાળુ દાદા.
