ઓ ચેહર મા
ઓ ચેહર મા
1 min
93
ઓ ચેહર મા તારા વિશ્વાસે મેં નાવ જીવનની હાંકી છે,
ડગલે પગલે જોખમવાળા ભવ સાગરમાં એને ઉતારી છે.
એને તારે તોયે તું, ચેહર મા ડુબાડે તોયે તું માવતર,
સજા આપે તોયે તું, મેં બીક હવે ક્યાં રાખી છે ?
ઓ ચેહર મા...
માયાનાં મોજાં બહું આવે, આવીને એ ગભરાવે,
ભાવનાના ભાવમાં ડુબાડે, તારું નામ વિસરાવે છે.
ઓ ચેહર મા...
કામ, ક્રોધ,લોભમાં ફસાઈ, તારું રટણ અધુરું રખાવે,
અભિમાનમાં ફસાઈને, સમજ્યાં આ શું છે ધતિંગ !
ઓ ચેહર મા...
માઈ ભકત રમેશભાઈ વિનવે તું વ્હારે ચઢજે દેવી રે,
ભટ્ટ કુટુંબની રખવાળી સોંપી તને, હવે બીક નથી કોઈની રે.
ઓ ચેહર મા...
