ઓ ચેહર મા, કેમ ભૂલાય
ઓ ચેહર મા, કેમ ભૂલાય
ઓ ચેહર રે...
કેમ કરી ભૂલાય.. તને કેમ કરી ભૂલાય..
નાયણા, રૂપાના નામ અમર કર્યુ રે..
આ વાત જગતમાં જાહેર છે.
ઓ ચેહર.. કેમ કરી ભૂલાય...
અડાલજમાં પડદે વાતો કરતાં ....
સૌ સેવકોને રાજી રાખતાં.
ભાવના ભાવે બોલાવે એનાં ઓરતાં પૂર્ણ કર્યા રે..
શાન અને નામના અપાવતાં
ઓ ચેહર.. કેમ કરી ભૂલાય..
માઈ ભક્ત રમેશભાઈનાં હૃદયે રમતાં..
મા ચેહર, મા ચેહરનો પોકાર કર્યો છે,
ગોરના કૂવાનાં દેવી મા છો;
ઓ ચેહર... તને કેમ ભૂલાય..
કહેવા માંગે બાળકો, રાખો તમે ભકતોની લાજ..
કેટલાય ચમત્કાર કર્યા ને ભક્તોનાં મનોરથ પૂર્ણ કર્યા..
તમે સેવકોના તારણહાર મા ..
ઓ ચેહર.... કેમ કરી ભૂલાય..
જોજો રે.. સાંભળજે રે..
સેવકો પર અમી નજર રાખજો રે.
મોટી આંખોવાળી,
સતની ધજા ફરકતી રે
ઓ ચેહર... કેમ કરી ભૂલાય.
