ઓ ચેહર મા જાગો
ઓ ચેહર મા જાગો
1 min
364
ઓ ચેહર મા જાગો રે, ભક્તો પોકારે,
માવડી વાયુવેગે આવો, સેવકો પોકારે,
આ ક્ષણ ક્ષણ લાગે છે વસમી રે,
ચેહર મા બાળકો પોકાર પાડે રે,
તન,મન, ધન ધર્યું છે તવ ચરણે રે,
ભાવના પ્રેમથી પુષ્પો લાવ્યા છીએ રે,
જાગી જોને ચેહર મા, ઊભાં દ્ધારે રે,
આતમ જ્યોત જલાવી દીધી છે રે,
ચેહર મા તવ કૃપા વિના અધૂરું છે રે,
ભક્તિ કરી ભલી ભાતથી જાગો રે,
આવ્યાં આશાભર્યા તવ આશરે રે,
માવડી તું તો દયાનો સાગર છે રે.
