ઓ બજરંગબલી
ઓ બજરંગબલી
1 min
535
ઓ બજરંગબલી નથી કોઈ આપ સમાન,
દયાળુ દાદા નમું હું આપને વારંવાર,
ભવ પાર કરો હનુમાનજી મહારાજ,
બીજું નથી કોઈ આપ સમાન,
અપરાધ અમારાં કરો સૌ માફ દાદા,
આવ્યા હવે તમારી શરણમાં દાદા,
ભાવના ગુણગાન ગાયે ભાવથી,
શનિવારે શીશ ઝૂકાવ્યું છે ભાવથી,
જન્મ મરણનું દુઃખ આ વસમું,
કર્મો તણી પીડાઓ આ વસમી,
દયાળુ દાદા યાદ કરું ફરીફરીથી,
ઓ બજરંગબલી નમું ફરીફરીથી.
