ઓ ભોળા શંભુ
ઓ ભોળા શંભુ
1 min
208
ઓ ભોળા શંભુ કેમ રિસાયા છો રે,
કોઈ તો મારા શંભુ ને મનાવો રે,
ભક્તો તમારાં આ ભીડમાં પોકારે રે,
સાંભળીને સાદ વ્હારે આવો મહાદેવ રે,
ભોળાનાથ દૂર કરો આ મહામારી રે,
હાથ જોડી કાલા વાલા કરે ભકતો રે,
સાંભળો અરજી તમારા ભકતોની આટલી રે,
સાંભળો ભાવનાની વિનંતી મહાદેવ રે,
અમે તમારા બાળ અમને આમ ન તરછોડો રે,
માફ કરીને અમને આવી ઉગારો રે,
ભોળા શંકર આવજો આ કોરોનાથી બચાવો રે,
આપજો શંભુ દર્શન જેથી દુઃખ દૂર થાય રે,
અમારા ભોળા શંભુ આજ અરજી સ્વીકારો રે,
આપજો અમને આજ તમારો સહારો રે.
