ઓ ભગવાન
ઓ ભગવાન
ઓ ભગવાન સાચું કહો તું કેમ રિસાયો છે રે,
તારી કૃપા વિના ટળવળતા સહું જીવો;
હવે તો રહેમ કર.. ઓ ભગવાન.
અમથો અમથો તું રિસાય, તારી રિસમા આ જગત પીસાય,
ચોગમથી મૃત્યુનાં વાગે છે ડાકલા;
અબોલ જીવો ને માનવો પોકારે.. ઓ ભગવાન...
ઘર ઘરમાં અન્ન રઝળે ને મોત જંગ જીતી જાય,
તારી કૃપા વિના કેવી રીતે રહીશું હેમખેમ રે... ઓ ભગવાન..
સકળ વિશ્વમાં મહામારીથી કરતાં સૌ કલ્પાંત,
એમાં આ વાવાઝોડું હવે તો શાંત કરી દે આ તોફાન;
તારાં જ બાળકોને દિલથી માફ કર... ઓ ભગવાન..
કર જોડીને ભાવના વિનવે અપરાધો કરો સહું માફ,
ભગવાન તારી શરણમાં આવ્યા છીએ.... ઓ ભગવાન.
હોસ્પિટલમાં અને સ્મશાનમાં સન્નાટો રે છવાયો,
ભયના ઓથારમાં ધ્રૂજે હર જીવો..
ઓ ભગવાન હવે તો રહેમ કર.
