ન્યાયાલયથી ન્યાય કેટલો દૂર ?
ન્યાયાલયથી ન્યાય કેટલો દૂર ?
કવિની કલ્પનાની આંટીઘુંટીથી, પણ ઘણી મોટી
અહીં ન્યાયની આંટીઘુંટી જીવતાને તારે ને ડુબાડે
બધુજ સાચું હોવુ એવો છે ન્યાય પુરાવા આશરે
પછી મર્યાદી રેખા પાલને જીવતાને તારે ને ડુબાડે
હિત અહિતની જુગલબંધીનાં તથ્યે છે પૂરાવા
ન્યાયવિદ ખેલન્દા ખેલે જીવતાને તારે ને ડુબાડે
ન્યાયની આંટીઘુંટીથી છોડાવનાર ક્યાં ને કેવા ?
મત મતાંતરી યુગે એકમતે જીવતાને તારે ને ડુબાડે
હોય એક મત અનાયાસે ડૂબી જાય એક લક્ષથી
મતાન્તરે મતિર્ભિનદી હાથકંડે જીવતાને તારે ને ડુબાડે
સત્ય અસત્યના ખેલમાં ન્યાયાલયોથી ન્યાય કેટલો દૂર ?
હિમશીલાની ટોચે કે સમતલે જીવતાને તારે ને ડુબાડે
સમજાય કોઇ કારણ, ત્યો કોયડો દેખાય ગુંચવાતો
સમજૂતી કાજે સમાધાને પણ જીવતાને તારે ને ડુબાડે
દાવો પોતાની હયાતીમાં, જો અને તોમાં, ભજવાય
પછી પૂથ્થકરણના ઠોસ પૂરાવે જીવતાને તારે ને ડુબાડે
