નવું વર્ષ
નવું વર્ષ
જુનું જશે ને નવું આવશે,
વર્ષ ખાલી બદલાઈ જાશે,
એક વધ્યુ કે ઘટી ગયું,
સમજવામાં સવાર પડી જાશે,
ફરી આજ ઊગશે ને કાલ ભૂલાઈ જાશે
નવા સ્વપનાનો નવો સૂરજ ઉગશે
રાતનો અંધકાર વહી જાશે
ફરી જિંદગી દોડતી થઈ ગઈ,
ફરક શું પડ્યો ?
ફરી એ જ રફતાર શરુ થઈ જાશે
અસ્તિત્વની લડાઈ, ગરીબોની મજબૂરી
એમની એમ રહી જાશે
અમીરોની ખુમારી, નેતાઓની ભૂખ
દેશને પણ ફોલી ખાશે,
મૃદુલ મન કહે છે કે ખુરશીની જંગમાં
શહીદોની કુરબાની ભૂલાઈ જાશે
મહામારીનાં આ વર્ષમાં
જતા જતા બધુ સરખું થઈ જાશે.
