નવું વરસ આવ્યું
નવું વરસ આવ્યું
1 min
27.1K
સાથે સંગાથે અનોખું પરસ લાવ્યું,
આવ્યું આવ્યું નવું વરસ આવ્યું.
ભુલી જા તું એ દુઃખ ભરી યાદોને,
ભીતર ભરી દે તું નવીનવી વાતોને.
છોડી દે અહમને ભીતર છે વાવ્યું,
આવ્યું આવ્યું નવું વરસ આવ્યું.
બાંધ્યો છે ભીતર સ્વાર્થનો જે મહલ,
તોડી દે તું આજે ને કર નવી પહલ.
જતી રહી પાનખર ઝાડ હવે ફાવ્યું,
આવ્યું આવ્યું નવું વરસ આવ્યું..
