STORYMIRROR

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

નવોખુદા

નવોખુદા

1 min
13.8K


દેવ દોડે જો એમના સામે,

ને ખુદા થાય આપણાં સામે.


બે ખુદા જો લડે ખબર પડશે,

કોણ કોને છે મારવા સામે.


પશુથી માણસ ઘડ્યો અલગ શાને,

કેસ છે તારા તાયફા સામે.


ખૂન, વર્તન અલગ કરી નાખ્યાં,

પ્રશ્ન છે તારા વારસા સામે.


કેટલાં છો, ખુદા તમે આવાં,

રોજ આવો છો, બાજવા સામે.


આજ તો હું નવો ખુદા લાવું,

ખાસ તારા જ કાફલા સામે.


Rate this content
Log in