STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

3  

Ramesh Patel (Aakashdeep)

Others

નવલાં નોરતાં ને નવલી છે રાત

નવલાં નોરતાં ને નવલી છે રાત

1 min
377

નવલાં નોરતાં ને નવલી છે રાત

ગરબે ઘૂમે આજ ભવાની માત,

દઈ દઈ તાળી આજ ગાઓને રાજ

નવ નવ દેવીઓનાં દર્શનની રાત,

આવ્યાં આવ્યાં માનાં નોરતાં રે લોલ


નવલે નોરતે ઢબૂક્યા રે ઢોલ,

ઘૂમો ગરબે ને દો તાળી રે લોલ

કુમકુમ પગલે માડી પધારિયા રે લોલ…આવ્યાં આવ્યાં..


જામ્યા જામ્યા ગઢ પાવાએ તાલ

સૂણો સૂણો ઝાંઝરના ઝણકાર

હોમ હવન ને ભક્તિના નાદ

માના દર્શને થયા સુખિયા રે લોલ…આવ્યાં આવ્યાં..


રમે રમે લાલ કુકડાની જોડ

ચાચરના ચોકે મા બહુચરના બોલ

ઊડે ઊડે લાલ ગુલાલોની છોળ

ગબ્બરે હીંચે માડી અંબિકા રે લોલ

ગઢ કાંગરેથી, ટહુક્યાં મોરલા રે લોલ …આવ્યાં આવ્યાં…


ચૂંદડીમાં ચમક્યા આભલા રે લોલ

મંગલ વરતે માને દીવડે રે લોલ આવ્યાં આવ્યાં

માનાં નોરતાં રે લોલનવલાં નોરતે ઢબૂક્યા રે ઢોલ…ઢબૂક્યા રે ઢોલ.


Rate this content
Log in