નવીનતા
નવીનતા
1 min
486
નવીનતા કંઈ નથી જીવન એમ વહે છે,
એ જ દિવસ ને એ જ રાત્રી આવે છે.
નિરસ બની જિંદગી જીવાઈ રહી છે,
ક્યાંથી લાવવું નવીનતા મુઝવણ છે.
ભાવના વેચાતું બધું જ મળે છે અહીં,
નવીનતા ક્યાં કંઈ વેચાય છે અહીં.
સવારે ઉઠીને ચા ને નિત્યક્રમ જીવન છે,
નવીનતા માટે સાહસ ખેડવું જરૂરી છે.
નવીનતા માટે નિતનવા કાર્ય જરુરી છે,
નવીનતા એમનમ તો ક્યાંથી આવે છે.
