STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Others

2  

Ramesh Patel (Aakashdeep)

Others

નવા વર્ષનો સૂરજ

નવા વર્ષનો સૂરજ

1 min
57

નવા વર્ષનો સૂરજ……

દૂર ક્ષિતિજે ઊગ્યો જૂઓ

નવા વર્ષનો સૂરજ

હિમ શિખરો ઝળહળ તેજે

દિવ્ય સુવર્ણ ગુંબજ

 

શ્યામ ધવલા નાચે વાદળ

ઝૂમતા  લીલા  ઝોલા

ઊડી ઊડી પંખી નાના

ખોલતા કલરવ ખોળા

 

ખીલ્યાં ફૂલડાં પ્રેમ સંદેશે

હૈયું હીંચાવું ઉમંગે

મંગલ દર્શન મંગલ મનડે

ત્યજું વેર સૌ સંગે

 

આશ  અટારીએ  ઊભો   હું

સજાઉં સ્વપ્નો ભાવિના

સંગમ યુગ પગરવ જ માણું

ગાઓ  ગીત   ખુશીના

 

યુગ નવલો આંબે ગગન

અંતર  હજો  નિર્મળ

નૂતન  વર્ષે  પ્રાથું  પ્રભુ

ભાતૃભાવ હો સજળ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in