નથી
નથી
1 min
968
ઈશની આરાધનામાં કામનું થાનક નથી,
મેળવે છે એ જ ચાહત સ્વાર્થના સાધક નથી.
ભાવના જેવી હશે હૈયામાં એવું પામશો.
ઈશ દાતા પણ નથી ને આપણે યાચક નથી.
ઠેરવાઈ જાય છે એ તો ભગત આ લોકમાં,
એમની વાતો છે ન્યારી કોઇને બાધક નથી.
આરસી સામે ધરો તો સરળ થાશે સમજવું,
મૂક શ્રાવક બન તું, કોઈ પણ અહીં પાવક નથી.
દાઝવાનું છે સતત આ પંથની જ્વાળા મહીં,
હામ ના હો દિલમાં તો માર્ગ આ લાયક નથી.
ધૈર્ય ધરવું પણ પડે છે સિદ્ધ થાવા કાયમી,
ટીપું પી શકતું સરળતાથી અહીં ચાતક નથી.
ભેંસ આગળ ભાગવતના પાઠ શું કરવા કરું,
એમના દર્દો અલગ છે ને દવા માફક નથી.
