નથી હોતો કદી
નથી હોતો કદી
1 min
14K
વાતને છેડો નથી હોતો કદી,
આભને ટેકો નથી હોતો કદી.
રોશની લાગે મસ્ત સૌને સદા,
ચાંદને ફાંકો નથી હોતો કદી.
વાયદા કરનારની હર વાતમાં,
પ્રેમનો છાંટો નથી હોતો કદી.
જીવ તું નાહક ઉધામા શીદ કરે,
મોતનો તેડો નથી હોતો કદી.
હાજરી એની હશે જ 'જશ' બધે,
શ્વાસથી છેટો નથી હોતો કદી.

