નથી ગમતો
નથી ગમતો
1 min
51
દર્પણમાં દેખાતો ચહેરો નથી ગમતો,
આંખને પાપણનો પ્હેરો નથી ગમતો.
છે મહામારી ચેપી પ્રવર્તતી નગરમાં,
બજારમાં માનવનો ઘેરો નથી ગમતો.
વર્તુળાકારે ફરવાથી ચક્કર શક્ય છે,
ભવોભવનો ચોરાસી ફેરો નથી ગમતો.
જે બક્ષિશ ઈશની જલને જમીન તો,
એના પર વસૂલાતો વેરો નથી ગમતો.
માનવ એટલે માનવ પરિચય વળી શું?
આધાર લૈ આધાર કેરો નથી ગમતો.