નફરત
નફરત
1 min
24
આ દુનિયામાં જિદંગીનો આ જ બસ અંજામ છે,
જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર નફરતનો માહોલ છે.
ક્યાંક ધર્મ તો ક્યાંક દંભની હાટડીઓ ખુલી છે,
નફરતને છુપાવીને ભાવનાના ઊંચા દામ વસૂલે છે.
નામના સંબંધો ઉપરછલ્લાને નફરત દિલમાં છે,
એટલે તો આજ સગાંવહાલાં બદનામ છે.
અવગુણો ગણાવીને સાથ સૌ છોડી ગયા છે,
આ નફરત ભરી દુનિયામાં મારું અહીં શું કામ છે ?
બોજ લઈને ખૂબ દોડીને સંબંધ નિભાવ્યા છે,
પણ જ્યારે જરૂર પડી ત્યારે સૌ દૂર ભાગ્યા છે.
