નજર
નજર
1 min
395
ભીની ભીની અથડાતી તમારી નજર,
મમતા ભરેલી તમારી નજર.
નજરમાં છલકાતો વ્હાલનો દરિયો,
મારા ગુરૂમા સ્નેહનો દરિયો.
અમી નજર કરી પાવન કીધી,
નજરૂ ના લાગે એવા આંજળ આંજી દીધી.
ભાવના પર નજર કરી મોતી બનાવી દીધી,
મારા ગુરુમાએ અનમોલ બનાવી દીધી.
નજરમાં વ્હાલ ઘેરાતી આંખોથી પાવન કીધી,
હેત ઉભરાતા વ્હાલમા નવરાવી દીધી.
મનનાં ને મનમાં થતો કલશોર તમારા નામનો,
ખોટા કામ કરનારા ના કરે તમારી નજરનો સામનો.
