નજર
નજર


નજરથી નજર મળીને,
પીધી મદિરા મેં તો,
આંખોથી આંખોની વાતો કરી,
ને ખાલી ઓઠ ફફડેને
સાલું ત્યારે લાગી આવે,
નજરથી નજરને મેળવી લીધી,
પછી શું પૂછો છો ? કેવી માણી મજા,
ત્યારે લાગી આવે ?
લખેલા શબ્દો વજનના ભાવે વેચાઈ જાય,
વિરહ જોડે સંગત હોય તો પ્રેમ કેમ કરો છો ?
પેલી વિરહ ની વેદનાઓ
સહેવાતી નથી,
મિલનની વાદળી બની કંયાક તો,
તું આવ આપ ઈશારો,
એક પળ પણ અળગ રહેવાતું નથી,
દિલની વેદનાં સમજાતી નથી,
આંખોમાં અમી રોકાતી નથી,
જેના મુખે ફરતું અમારુ જ નામ,
સાલું ત્યારે લાગી આવે,
નાહોય વિશ્વાસ તેા પૂછ હૈયાને,
લે છે હિબકાં વિરહનાં,
ચેપ લાગ્યો મારી આંખોને
નહીંતર ચોરી છુપીના વહે,
ત્યારે લાગી આવે,
કાંઈક એવા ખ્વાબ મારી,
આંખોમાં આવતા ત્યારે,
સંવેદનાઓનો મારો અહેવાલ,
ભેળવી તારી આંખેનાં,
રસ્તે દિલમાં આવવા માંગુ,
તરસું તારા માટે કયાં સુધી,
હવે તો હદ થાય છે,
સાલું ત્યારે લાગી આવે,
કયાં સુધી તડપુ ને તડપાવીશ.