નજર મળીને,
નજર મળીને,


તારીને મારી નજર મળીને પ્રીત થઇ,
જુઓ સદીઓ પુરાણી આ રીત થઇ,
પાગલ બનીને ચાહતમાં ડૂબી જઇએ,
હર શ્વાસમાં હવે તુંજ મારી મીત થઇ,
તારા એકએક બોલમાં સરગમની ધુન,
મારી જીભ પર હંમેશા ગવાતું ગીત થઇ,
પ્રીતના દુશ્મનો દર્દ આપતા રહ્યા કાયમ,
આખરે તો આપણા પ્રેમની જ જીત થઇ,
યુગોથી બલિદાન દેતા આવે પ્રેમીજનો,
આખરે જમાનાની દુશ્મની થોડી શીત થઇ.