STORYMIRROR

Prahladbhai Prajapati

Others

3  

Prahladbhai Prajapati

Others

નજારા કાચ જેવા છે

નજારા કાચ જેવા છે

1 min
26.4K


સુંદર સ્વપ્નોના નજારા કાચ જેવા છે

તમન્નાઓ તમારા ઉછાળા બે કાબુ છે


લય અવાજની શૂરતા નૃત્ય સ્વીકારે

સ્વપ્નોના ઢોલે દંડીઓ બે કાબુ છે


દ્રઢ મનોબળે પરિશ્રમ સત્ય સ્વીકારે છે

મિલન કાજે મંજિલ પણ બે કાબુ છે


આંચળા ઓઢી ફરે છે કુત્રિમ સત્યના

ચહેરા અરીસો બોલવા બે કાબુ છે


ધૂળ પરનાં લીંપણની ક્યાંયે ન સ્થિરતા

સત્યની લકીર પથ્થર પર બે કાબુ છે


હવસ સુંદરતાને પામવાનું સાધન નથી

નિખાલસ સત્યનું વજન બે કાબુ છે


Rate this content
Log in