નિશાળે જતા ઉંદરભાઈ
નિશાળે જતા ઉંદરભાઈ
1 min
14.1K
ઉંદરભાઈ તો ડાહ્યાડમરા,
દરરોજ જતા નિશાળે.
ખભે હોય દફતર,
દફતરે રાખતા પાટીપેન.
સાહેબ શિખવતા બારાખડી,
ઉંદરભાઈ તો લખતા જાય.
અક્ષરો સુંદર કાઢતા જાય,
હોંશેહોંશે ભણતા જાય.
ઉંદરભાઈ તો ડાહ્યાડમરા,
દરરોજ જતા નિશાળે.
બહેન શિખવતા ઘડિયા,
ઉંદરભાઈ તો બોલતા જાય.
બોલતા-બોલતા લખતા જાય,
અક્ષરો સારા કાઢતા જાય.
લખતાલખતા ગણતા જાય,
હોંશેહોંશે ભણતા જાય.
ભણીગણીને હોશિયાર થશે,
મોટા થઈ મોટા સાહેબ થશે.
ઉંદરભાઈ તો હોંશિયાર,
દરરોજ જતા નિશાળે.
